આપણે મોટા થયીયે છીએ આપણી આસપાસના ભૌતિક પદાર્થો સાથે વ્યવહાર કરી ને. તેવા અગણિત પદાર્થો છે જેને આપણે રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ. આપણા મોટાભાગના ગણતરીના સાધનો કરતા આ પદાર્થોને વાપરવામા વધારે મજા પડે છે. તમે જયારે આ પદાર્થો વિશે વાત કરો છો ત્યારે તેની સાથે જોડાયેલી એક બીજી વસ્તુ આપોઆપ સામે આવે છે અને તે છે હાવભાવ: આપણે આ પદાર્થોને કઈ રીતે રેખાંકિત કરીએ છીએ? કઈ રીતે આપણા રોજીંદા જીવનમાં તેમનો ઉપયોગ કરીએ છીએ? આપણે હાવભાવનો ઉપયોગ માત્ર આ પદાર્થો સાથે જ કાર્ય કરવામાં નહિ, પરંતુ પરસ્પર એકબીજા સાથે કાર્ય કરવામાં પણ કરીએ છીએ. નમસ્તે ની મુદ્રા,કદાચ સામેવાળાને માનાર્થે, કે કદાચ -- ભારતમાં કોઇ નાના છોકરાને પણ એ શીખવવુ નથી પડતુ કે આ મુદ્રા એટલે ક્રિકેટના ચાર રન.© એ આપણા રોજબરોજની શિક્ષાનો જ એક ભાગ હોય છે.
એટલે આઠ વર્ષ પહેલા મે મારી શોધ શરુ કરી. અને એ (શોધ) ખરેખર મારા ટેબલ પરના માઊસથી શરુ થઇ. માઊસને મારા કોમ્પ્યુટર માટે વાપરવા ની બદલે, મે એને ખોલી નાખ્યુ. તમારામાંથી મોટાભાગનાને એ ખ્યાલ હશે કે એ સમયમાં,માઊસ અંદર એક બોલ સાથે આવતા'તા. અને સાથે બે રોલરો આવતા'તા. જે ખરેખર કોમ્પ્યુટરને માર્ગદર્શિત કે કરતા'તા, કે બોલ કઈ તરફ જઈ રહ્યો છે. અને, તે મુજબ, માઊસ કઈ તરફ જઈ રહ્યુ છે. એટલે, હું આ બે રોલરોમાં રુચિત થયો. અને ખરેખર હું વધારે રોલરો ચાહતો હતો, એટલે મે મારા મિત્ર પાસેથી બીજુ માઊસ લીધુ -- કયારેય (તેને) પાછુ આપ્યુ નથી- અને હવે મારી પાસે ચાર રોલરો હતા. રસપ્રદ રીતે, મેં આ રોલરો સાથે શું કર્યું છે, કે મે તેમને માઊસમાંથી અલગ કરી દીધા અને પછી એમને એક લાઈનમાં મુકી દીધા. તેમાં કેટલીક દોરીઓ,ગરગડીઓ અને સ્પ્રીંગો હતી. અને મે બનાવ્યુ હાવભાવ મુલક યંત્ર જે વાસ્તવમાં એક (હાથના) સંકેત-સંવેદક યંત્ર તરીકે કાર્ય કરે છે. માત્ર ૧૦૦ રુપીયામાં બનાવ્યું. તો, અહી હુ ભૌતિક દુનીયામાં જે કંઈ પણ હિલચાલ કરુ છુ તે ડીજીટલ દુનીયામાં પ્રતિકૃત થાય છે માત્ર આ નાનુ યંત્ર વાપરીને, જે મેં આજથી આઠ વર્ષ પહેલા બનાવ્યું, સન ૨૦૦૦ માં.
કારણકે મને આ બે (ભૌતિક અને ડીજીટલ) જગતને જોડવામાં રસ હતો, મને સ્ટિકી નોટ્સનો વિચાર આવ્યો. મે વિચાર્યુ, શા માટે હું સામાન્ય યાદગીરી પાનાની જેમ ડીજીટલ નોટમાં ના લખી શકું? મારા મમ્મીને સ્ટિકી નોટ પર લખેલો એક સંદેશ કાગળ પરનો (સંદેશ) એસએમએસ ના રુપમાં આવી શકે, કે પછી મીટીંગ એલાર્મ તરીકે આપમેળે જ મારા ડીજીટલ કેલેન્ડર સાથે કામ કરીને કરવાના કાર્યો ની યાદી જે આપમેળે તમારી સાથે સંકારિત થયી ને કામ કરે. અને તમે ડીજીટલ જગતમાં કઈ પણ શોધી શકો, કે પછી તમે કોઈ પ્રશ્ન લખી શકો, માત્ર બોલીને ડો. સ્મિથનુ સરનામુ શુ છે ? નાની પ્રણાલી ખરેખર તે મુદ્રિત કરી આપે- એટલે તે એક આગત-નિર્ગત પ્રણાલી તરીકે કામ કરે. માત્ર કાગળમાંથી બનેલી (પ્રણાલી).
તો, આ હતી કેટલીક મારી શરૂઆત ની શોધો, કારણકે મારો હેતુ હતો આ બે વિશ્વ (ભૌતિક અને ડીજીટલ) ને સહજ રીતે જોડવાનો. આ બધા પ્રયોગોમા, એક બાબત સમાન હતી: હું ભૌતિક જગતના એક ભાગને ડિજીટલ જગતમાં લાવવા માંગતો હતો. હું પદાર્થોના કોઈ ભાગને, કે પછી ભૌતિક જગતની અંતઃસ્ફુર્ણાને, ડિજીટલ જગતમાં લાવવા માંગતો હતો,કારણ કે મારુ લક્ષ હતુ આપણા કોમ્પ્યુટર વપરાશને વધુ સરળ બનાવવાનો.
એવું મે વિચાર્યુ, લગભગ પાછલા વર્ષે- પાછલા વર્ષની શરુઆત માં હું વિચારવા લાગ્યૉ," હું આ વલણને ઉલટી રીતે શા માટે ના લઈ શકું?" કદાચ, " જો હું મારા ડીજીટલ વિશ્વને લઈ અને ભૌતિક જગતને આ ડીજીટલ માહિતિથી રંગી દઉં?"કારણકે પિકસેલ ખરેખર,અહિં અત્યારે, આ લંબચોરસ સાધનમાં સમાયેલા છે. કે જે આપણા ખીસ્સામાં સમાઇ જાય છે.શા માટે હું આ સમાવિષ્ટ બાબતો ને બહાર લાવી અને એમને મારી રોજબરોજની બાબતો,રોજીંદા જીવનમા ન લઇ જઇ શકું? જેથી કરીને મારે એક નવી ભાષા શીખવાની જરુર ના પડે આ પિક્સેલ સાથેની લેવડદેવડ માટે?
તેથી, મારા સ્વપ્નને હકીકત નુ સ્વરુપ આપવા મે ખરેખર મારા માથા પર મોટી સાઇઝ નું પ્રોજેકટર મુકવાનુ વિચાર્યુ. મારા ખ્યાલથી એટલા માટે જ એ માથા સાથે જોડાયેલુ પ્રોજેક્ટર કહેવાતુ હશે,ખરું ને? મેં એને શબ્દસહ લઇ લીધું. અને મારા બાઇક નું હેલ્મેટ લીધું ત્યાં નાનો કાપો મુક્યો જેથી કરીને પ્રોજેક્ટર સારી રીતે ફીટ થઇ શકે. તો હવે, હું શું કરી શકું? હું મારી આસપાસ ના વિશ્વને આ ડીજીટલ માહિતિ થી વિકસાવી શકું.
પણ આ ટેકનોલોજી ને લગતી સૌથી રસપ્રદ બાબત એ છે કે તમે તમારા ડિજિટલ વિશ્વ ને તમારી સાથે લઇ જઇ શકો છો.જ્યાં પણ તમે જાઓ ત્યાં. તમે કોઇ પણ સપાટી નો ઊપયોગ કરવાનું શરુ કરી શકો છો, તમારી આસપાસની કોઇ પણ દિવાલ, એક અંતરપડ તરીકે. કેમેરો હકીકતે તમારા દરેક અંગભાવો ને કેદ કરે છે. તમારા હાથ વડે જે કંઇ પણ તમે કરો છો, એ આ અંગભાવો ને સમજે છે. અને, ખરેખર, જો તમે જુઓ તો, થોડા રંગીન સુચકો છે. કે જે શરુઆત ના ઉપકરણો માં અમે વાપરીએ છીએ. તમે કોઇ પણ દિવાલ પર ચિત્ર બનાવી શકો છો. તમે એક દિવાલ પાસે ઉભા રહી, અને ચિત્ર બનાવવાનુ શરુ કરી શકો. પણ, અમે અહિં ફ્ક્ત એક આંગળી જ નથી કેદ કરતા, પણ અમે તમને છુટ આપીએ છીએ તમારા બંને હાથ નું બધું જ વાપરવાની, જેથી તમે તમારા બંને હાથ વાપરી શકો કોઇ નક્શાના સંકોચન અથવા વિસ્તરણ માટે. ફક્ત ચુટકી ભરીને. કેમેરા ખરેખર - બધા ફોટા લઈને - ફોટાની કલર અને ધારને ઓળખે છે. ઘણી ગણતરીઓ અંદર ચાલતી હોય છે. એટલે વૈજ્ઞાનીક રીતે એ થોડુ જટીલ છે, પરંતુ તેનુ પરિણામ એક અર્થમાં ઘણુ જ સરળ છે.
અને પછી હુ કોઈ દિવાલ શોધી શકુ અને આ ફોટા જોવા માંડુ અથવા કદાચ મારે આ ફોટાને થોડા બદલવા છે અને એક ઈમેઈલ મા તેને મારા મિત્રને મોકલવા છે. તો આપણે એક એવા યુગ તરફ જોઈ રહ્યા છીએ જ્યાં કોમ્પ્યુટર ખરેખર ભૌતિક જગત સાથે જોડાઈ જશે. અને હા, જો તમારી નજીક કોઈ સપાટી ન હોય તો, તમે સામાન્ય કામ માટે તમારી હથેળી વાપરી શકો છો. અહી હુ મારા હાથથી એક ફોન નંબર ડાયલ કર રહ્યો છુ. કેમેરા ખરેખર તમારા હાથની હિલચાલ જ નહી, પરંતુ રસપ્રદ રીતે, તમે જે વસ્તુઓ તમારા હાથમા પકડી છે તેને પણ સમજી શકે છે.
અમે અહી જે કરીએ છીએ તે ખરેખર -- ઉદાહરણ તરીકે આ કિસ્સામાં, પુસ્તકનુ પુંઠુ સરખાવાય છે હજારો લાખો પુસ્તકો સાથે ઈન્ટરનેટ પર, પુસ્તક વિશે જાણવા માટે. એકવાર એ માહિતી મળ્યા બાદ, એ વધુ પ્રતિભાવો શોધે છે, કે કદાચ ન્યુયોર્ક ટાઈમ્સ માં શ્રાવ્ય પ્રતિભાવ છે, જેથી તમે એક જડ પુસ્તક પર, પ્રતિભાવ સાંભળી શકો. (હાવર્ડ યુનિવર્સિટીનુ પ્રખ્યાત ભાષણ)
આ ઓબામાની છેલ્લા અઠવાડીયાની એમઆઈટી ની મુલાકાત હતી. (..અને મુખ્યત્વે, હું એમઆઈટીના બે (વિધાર્થી)ને ધન્યવાદ આપવા માંગુ છુ.. ) તો હુ તેમના ભાષણનુ જીવંત પ્રસારણ એક છાપા પર જોઈ રહ્યો હતો. તમારુ સમાચાર પત્ર તમને મોસમના છેલ્લા હાલોહવાલ આપશે. તેની છેલ્લી આવૃત્તિ લેવાને બદલે, જેમકે તમારે તમારા કોમ્પ્યુટરમાં જોવુ પડે છે છેલ્લા હાલોહવાલ માટે બરોબરને ?
જ્યારે હું પાછો જાઉં ત્યારે હુ મારો બોર્ડીંગ પાસ મારી ફ્લાઈટ મોડી પડી છે કે નહી તે જાણવા માટે વાપરી શકુ, તે સમયે હુ, મારો આઈફોન વાપરવા, અને કોઈ આઈકોન ક્લીક કરવા માંગતો નથી. અને મારા મતે આ ટેકનોલોજી માત્ર એ રીત -- હા (હાસ્ય) આ ટેકનોલોજી આપણી પરસ્પર વાર્તાલાપની રીતને પણ બદલશે. માત્ર ભૌતિક જગત સાથે જ નહી.મજાની વાત એ છે કે , હુ બોસ્ટન મેટ્રો (ટેન)માં જઈ રહ્યો છુ, અને ટ્રેનમાં પોંગ રમત રમી રહ્યો છુ જમીનની સપાટી પર, બરોબરને ? (હાસ્ય) અને મને લાગે છે કે આપણી કલ્પનાનો અંત જ તેની સીમા બાંધી શકે કે જેનો તમે વિચાર કરી શકોજ્યારે આ ટેકનોલોજી જીવનનો એક ભાગ બની જાય.
પરંતુ તમારામાના ઘણા એ દલીલ કરશે કે, આપણે માત્ર ભૌતિક પદાર્થો સાથે જ કામ કરતા નથી. આપણે ઘણુબધુ કાગળકામ કરીએ છીએ. અને એવા બીજા ઘણાએ કામો. તે બાબતમાં શુ? અને તમારા જેવા ઘણા વ્યક્તિઓ આધુનીક ટેબ્લેટ કોમ્પ્યુટરની બાબતમાં ઉત્સાહીત છે કે એ ક્યારે માર્કેટમાં આવે. તો તેની રાહ જોવાને બદલે, મે માત્ર એક કાગળના ટુકડાથી મારા માટે એ બનાવ્યુ. તો મે એવુ કર્યુ કે તેમાથી કેમેરા કાઢીને બધા વેબ કેમેરાની અંદર માઈક્રોફોન હોય છે. મે એ માઈક્રોફોન કાઢી લીધુ. અને મે તેને ચોંટાડી દીધુ. જાણે માઈક્રોફોન માથી ટુકડો કાપ્યો હોય - અને તેને એક કાગળ પર લગાડી દીધો - કોઈ પણ સામાન્ય કાગળ. એટલે હવે કાગળને થતો સ્પર્શનો અવાજ મને કાગળને ક્યારે સ્પર્શ થાય તે કહે છે. પરંતુ કેમેરો ખરેખર મારી આંગળીઓની હિલચાલની નોંધ રાખે છે.
તમારામાંના ઘણા એ વિચારતા હશે કે અચ્છા, હુ ઈન્ટરનેટ પર વેબસાઈટ ખોલી શકુ. હા, ચોક્ક્સ તમે ઈન્ટરનેટ પર વેબસાઈટ ખોલી શકો. અથવા તમે એક કાગળ પર દરેક પ્રકારની ગણતરી કરી શકો. જ્યારે પણ તમને જરુર પડે ત્યારે.તો વધુ રસપ્રદ વાત એ છે કે તેને વધુ ઝડપી કઈ રીતે બનાવી શકાય ? હુ જ્યારે મારા ડેસ્કટોપ કોમ્પ્યુટર પર પાછો ફરુ ત્યારે એ માહિતીને ફરી તેના પર લગાડી શકુ. જેથી હુ મારુ મોટુ કોમ્પ્યુટર વાપરી શકુ.
અને ફક્ત કોમ્પ્યુટર જ શા માટે, તમે કાગળનો ઉપયોગ કરી શકો. કાગળનુ વિશ્વ બહુ રોચક છે. અહી હુ એક દસ્તાવેજનો એક ભાગ લઈ રહ્યો છુ અને અહી બીજા દસ્તાવેજનો બીજો ભાગ મુકી રહ્યો છુ. અને હુ ખરેખર અહીની માહિતીને બદલી રહ્યો છુ. અને મને લાગે છે હા આ બરોબર છે. મારે તેની પ્રીન્ટ લેવી છે. અને હવે મારી પાસે તેની પ્રીન્ટ છે અને આ કાર્યશૈલી વધુ સરળ અને સહજ છે, આજથી ૨૦ વર્ષ પહેલાની કાર્યશૈલી કરતા. બે વિશ્વો (ભૌતિક અને ડિજીટલ)વચ્ચે ફેરબદલ કરવાને બદલે.
પ્રણવ મિસ્ત્રી : ઘણી બધી કંપનીઓ છે - મીડીયા લેબની પ્રાયોજક કંપનીઓ -- જે એક કે બીજી રીતે આ સંશોધનને આગળ લઈ જવામાં રસ ધરાવે છે. મોબાઈલ ફોનની કંપનીઓ અલગ દીશામાં જવા માંગે છે ભારતની સેવાભાવી સંસ્થાઓ ની સરખામણીમા, જે વિચારે છે, છઠ્ઠી ઈન્દ્રીય જ શા માટે ? એક ઈન્દ્રીય ગુમાવી બેઠેલા લોકો માટે પાંચમી ઈન્દ્રીય હોવી જોઈએ જે બોલી શકતા નથી, તેમના માટે આ ટેકનોલોજીનથી અલગ રીતે બોલવાની સગવડ હોવી જોઈએ. કદાચ સ્પિકરની મદદથી."
પ્રણવ મિસ્ત્રી : અહી ખુબ જ ઉત્સાહ અને જ્ઞાન છે. તમે અત્યારે જે કંઈ પણ જોયુ છે તે બધુ જ મે ભારતમાં શીખેલી બાબતોનુ પરીણામ છે. અને હવે તમે જો તેની કિંમત બાબતે વિચારો તો: આ સિસ્ટમ ૩૦૦ ડોલરમાં બને છે ૨૦૦૦૦ ડોલરના સરફેસ ટેબલની સરખામણીમાં. અને કદાચ ૨ ડોલરની માઉસ પ્રતિક્રિયા સિસ્ટમ તે સમયે ૫૦૦૦ ડોલરમાં મળતી હતી? એટલે મે એક પરિષદમાં ત્યારના રાષ્ટ્રપતી ડો. અબ્દુલ કલામ સાહેબને તે બતાવ્યુ, તેમણે કહ્યુ, "બરોબર.આપણે આને ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરમાં કોઈ વપરાશમાં લેવુ જોઈએ." તો હુ એ બાબતે ઉત્સાહી છુ કે કંઈ રીતે હુ આ ટેકનોલોજીને વધારે લોકો સુધી પહોચાડી શકુ. તેને માત્ર પ્રયોગશાળામાં જ સિમિત રાખવાને બદલે.
(અભિવાદન)
No comments:
Post a Comment